હાલાર: દ્વારકા નજીક બસ અને બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાળકો સહીત સાત લોકોના કરુણ મોત થયાં છે. જયારે 14થી વધુ લોકો ઘાયલ થયાં છે. ઘાયલોને 108ની મદદથી ખંભાળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખંભાળિયા ખાનગી હોસ્પિટલના ડોક્ટર પણ સરકારી હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ઘાયલોની સારવાર કરી રહ્યા છે. સમગ્ર ઘટનાથી પંથકમાં ઘેરો શોક છવાયો ચેમ તો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મૃત્યુ પામનારા હતભાગીઓના નામ:
દ્વારકામાં સર્જાયેલા ભયાનક અકસ્માતમાં મૃત્યુ પામનાર સાત લોકોના નામ સામે આવ્યા છે. જેમાં મૃતકોમાં પાંચ લોકો કલોલ, ગાંધીનગરના રહેવાસી છે જેમાં હેતલબેન ઠાકુર (28 વર્ષ), પ્રિયાંશી ઠાકુર (18 વર્ષ), તાન્યા ઠાકુર (૩ વર્ષ), રિયાંશ ઠાકુર (2 વર્ષ), વિરેન ઠાકુરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બરડીયાના રહેવાસી 26 વર્ષીય ચિરાગ રાણાભાઈ અને એક અજાણી મહિલાનું પણ મૃત્યુ નિપજ્યું છે.
| નામ | ગામ/શહેર | |
| 1) |
હેતલબેન ઠાકુર (28 વર્ષ) | કલોલ, ગાંધીનગર |
| 2) |
પ્રિયાંશી ઠાકુર (18 વર્ષ) | કલોલ, ગાંધીનગર |
| 3) |
તાન્યા ઠાકુર (૩ વર્ષ) | કલોલ, ગાંધીનગર |
| 4) |
રિયાંશ ઠાકુર (2 વર્ષ) | કલોલ, ગાંધીનગર |
| 5) |
વિરેન ઠાકુર | કલોલ, ગાંધીનગર |
| 6) |
ચિરાગ રાણાભાઈ (26 વર્ષ) | બરડીયા, દેવભૂમિ દ્વારકા |
| 7) |
એક અજાણી મહિલા | —- |

કેવી રીતે સર્જાયો હતો અકસ્માત?
અકસ્માતની ઘટના બાદ જિલ્લા કલેક્ટરે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે દ્વારકામાં જે દુઃખદ ઘટના બની છે તેને લઇને તંત્ર ખડેપગે છે. જે ખાનગી બસ હતી તે ડિવાઇડર કૂદીને રોન્ગ સાઈડમાં આવી ગઈ હતી જેના લીધે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ છે. આ બસ સામેથી આવતા ઇકો કાર પર પડી હતી જેના લીધે વધુ લોકાના મોત થયા હતા. મૃતકોમાં પાંચ લોકો કલોલ, ગાંધીનગરના છે જયારે કે બરડીયા ગામના વ્યક્તિ મનુ પણ મોત થયું છે.

