હાલાર: જામનગરમાં અતિવૃષ્ટિએ ખેદાન મેદાન કરી નાખ્યા બાદ હવે સરકાર દ્વારા જે પણ વિસ્તારમાં નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવી રહ્યો છે સર્વેની આ કામગીરી દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી હતી.
શહેરના વોર્ડ નંબર 16ના સર્વે કોર્ડીનેટર કલ્પેશ ભીખાભાઈ માંડવીયા કામ કરી રહ્યાં હતાં જે એકાએક ઢળી પડ્યા બાદ તેઓનું અચાનક હાર્ટ એટેકથી નિધન થયું છે. જેને પગલે પરીજનોમા અરેરાટી મચી ગઇ છે.
આ મામલે જાણવા મળતી વિગતો અનુસાર જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલ વ્રજવાટિકા સોસાયટીમાં બપોરે ચાર વાગ્યાના અરસામાં કલ્પેશભાઈને સર્વેની કામગીરી કરી રહ્યા હતા. આ વેળાએ હાર્ટએટેક આવ્યો હતો.
તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે સારવાર કારગત નિવરતા કલ્પેશભાઈએ આખરી શ્વાસ લીધા હતા જેને લીધે પરિવારજનોમાં અને શિક્ષક વર્તુળમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. શિક્ષક તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ સમર્પિત અને કાર્યદક્ષ અધિકારી તરીકે ઓળખાતા હતા.
કલ્પેશભાઈના નિધનને પગલે શિક્ષક આલમમાં અને કામગીરીમાં જોડાયેલા તમામ કર્મચારીઓ અને તેમના કુટુંબ અને મિત્રો ભારે આઘાતમાં છે.