હાલાર: રજાક સોપારી સહીત છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ ફાઈનાન્સ કંપનીમાંથી ટ્રક લોન લઇને ઇરાદાપુર્વક લોનના હપ્તા ભરતા ન હતા. ત્યારબાદ ઉઘરાણી માટે આવતા બેંક કર્મચારીઓને ધાક ધમકી આપી વાહનો પોતાના કબ્જામાં રાખી ઉપયોગ કરતા હતા. પોલીસે આરોપીઓને પકડી મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સ્ટેપ 1: આરોપી રજાક સોપારી તથા આમીન નોતીયાર તથા રામભાઈ નંદાણીયા ત્રણેય આરોપીઓએ ભેગા મળી અન્ય આરોપીઓના નામે ટ્રકની લોન લઈ તે ટ્રક ના અમુક EMI ભરી બાકીના EMI ન ભરી ટ્રક પોતાના કબ્જામા રાખી ટ્રાન્સપોર્ટનો વેપાર ચલાવે છે.
સ્ટેપ-2: ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ભેગા મળી આ ગુનાના સહ આરોપીઓ પાસે રહેલ લોનના હપ્તા ભર્યા વગરની ટ્રકો ટ્રાન્સપોર્ટ લાઈનમા ચલાવા દઈ તેઓની પાસેથી પૈસા તથા વળતર સ્વરૂપે તેઓના નામે રહેલ ટ્રક લઈ તે ટ્રકોનો ઉપયોગ પોતાના ટ્રાન્સપોર્ટ લાઈનમાં કરે છે તેમજ જો કોઈ બેન્ક કર્મચારી ઉપરોક્ત ત્રણેય આરોપી તથા ફરીયાદમા જણાવેલ અન્ય ૧૬ આરોપીઓની ટ્રકની લોન બાબતે સંપર્ક કરે ત્યારે આમીન નોતીયાર કંપનીના અધિકારી/કર્મચારીઓ ને ડરાવી ધમકાવી ટ્રક જમા ન કરાવતો.
તથા લોન પણ ભરતો નહી અને તેને તથા તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરી પુર્વક ટ્રકો જમા થવા દઈ આ તેઓના કબ્જામાં રહેલ ટ્રકોનો હપ્તા નહી ભરી ટ્રકો તેઓના કબજામાં રાખે છે. સ્ટેપ-૦૩ ઉપરોક્ત ત્રણેય આરોપીઓ ભેગા મળી અન્ય ઈસમો પાસેથી આશરે ૪૫,૦૦,૦૦૦/- થી ૫૦,૦૦,૦૦૦/- (૪૫ થી ૫૦ લાખ) રૂપીયાની નવી ટ્રકો EMI ઉપર લેવડાવી તે ટ્રકો પોતાના કબ્જામા રાખી તેના બે થી ત્રણ હપ્તા ભરી બાકીના હપ્તા ના ભરી પોતાના ટ્રાન્સપોર્ટમા ટ્રકોનો ઉપયોગ કરે છે બાદ થોડા સમય પછી કંપનીના કર્મચારીઓને ડરાવી ધમકાવી તથા ગાળો આપી તથા મારી નાખવાની ધમકી આપી ઉપરોક્ત ૪૫-૫૦ લાખ રૂપીયાની લીધેલ ટ્રકો ૦૪ થી ૦૫ લાખ રૂપીયામા સેટલમેન્ટ કરાવે છે.
ગુનાહીત જુથથી પ્રભાવિત વિસ્તાર:
ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ગુજરાત રાજ્યના મોટા ભાગના જીલ્લામા કંપનીના કર્મચારીઓને ડરાવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના ટ્રકો સીઝ થવા દેતા નથી તે જીલ્લાઓમા જામનગર, દેવભુમી દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર વીગેરે જીલ્લા મા તેઓની પાસે રહેલ તેમજ તેઓએ સહ આરોપીને આપે બાહેંધરી પેટેની તમામ EMI ભર્યા વગરની ટ્રકો પોતાના ટ્રાન્સપોર્ટના વેપારમા ઉપયોગ કરે છે અને કંપનીના કર્મચારીઓ ડરના કારણે ટ્રકો સીઝ કરાવી શક્તા નથી.