હાલાર: જામનગર જિલ્લામાં તસ્કરો આડેધડ ચોરીને અંજામ આપી રહ્યા છે. ઘરફોડ ચોરી, બાઈક ચોરી, રીક્ષા ચોરી અને તાજેતરમાં જ ભેંસ અને પાડાની ચોરી થઈ હતી. તેવામાં હવે જામજોધપુર નજીક વાડી વિસ્તારમાં એક ખેડૂતની વાડીની ઓરડીમાંથી 56 મણ તલના બાચકાની ચોરી થતાં ખેડૂતના પગ તળેથી જમીન સરકી ગઇ છે. આ મામલે પોલીસ ફરિયાદ બાદ પોલીસ દોડતી થઈ છે.
શું છે સંપૂર્ણ વિગત?
વિગત અનુસાર જામજોધપુરમાં તિરૂપતિ સોસાયટીમાં રહેતા અને વાડી વિસ્તારમાં ખેતીવાડી ધરાવતા રાજેશભાઈ રતિલાલભાઈ ભુવા નામના ખેડૂત કે જેઓ ની વાડીમાં ગઈ રાત્રિ દરમિયાન કોઈ તસ્કરો ત્રાટક્યા હતા, અને વાડીની ઓરડીમાં રાખવામાં આવેલા તલના 51 જેટલા બાચકા માંથી 28 નંગ બાચકા, કે જેનું વજન આશરે છ મણ થાય છે, અને તેની કિંમત 1,22,300 જેટલી થાય છે.
આ પણ વાંચો: ભાણવડના શેઢાખાઈ ગામે પ્રેમલગ્ન કરનાર યુવાનને પરલોક પહોંચાડી દેવાતા ખળભળાટ
જેની કોઈ તસકરો ચોરી કરી ગયા હતા. જે ચોરીના બનાવ અંગે જામજોધપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસઆર પરમાર બનાવના સ્થળે દોડી ગયા હતા, અને તસ્કરોને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.