હાલાર: તિરંગો છે ભારતની શાન તિરંગો છે ભારતનું સ્વાભિમાન… સ્વાતંત્ર્યતા પર્વના આગમનને લઈ લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતની પશ્ચિમી દરિયાઈ સરહદે આવેલ પ્રથમ માનવ વસ્તીવાળા અજાડ ટાપુ (Ajad Island) ઉપર સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ધ્વજ વંદન, તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં દેશવાસીઓ ખૂબ ઉત્સાહથી રાષ્ટ્રભક્તિના ગૌરવ સાથે જોડાય અને ઘરે ઘરે દેશની શાન એવો તિરંગો લહેરાવે તે અર્થે “હર ઘર તિરંગા શીર્ષક હેઠળ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે અને બહોળી સંખ્યામાં લોકો ઉત્સાહથી “હર ઘર તિરંગા” કાર્યક્રમમાં ભાગ લઈ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. જેના ભાગરૂપે દ્વારકા જિલ્લામાં અજાડ ટાપુ (Ajad Island) પર માનવ વસ્તી ધરાવતું અજાડ ગામ આવેલ છે. જ્યાં રાષ્ટ્રપ્રેમના કાર્યક્રમો યોજાયા હતા.
દ્વારકા ભારતની પશ્ચિમી આંતર- રાષ્ટ્રીય દરિયાઈ સરહદ ધરાવતો જિલ્લો છે અને ૨૩૭ કિ.મી. જેટલા લાંબા દરિયાકાંઠા સાથે ૨૩ જેટલા ટાપુઓ ધરાવે છે જેમાં ગુજરાતના દરીયાઇ સીમાના છેવાડે આવેલ ટાપુઓ પૈકી અજાડ ટાપુ (Ajad Island) પર માનવ વસ્તી ધરાવતું અજાડ ગામ આવેલ છે.
અજાડ ટાપુના (Ajad Island) દરિયાકાંઠા ઉપરટાપુ ઉપર વસતા લોકોને સાથે રાખી ધ્વજ વંદન કાર્યક્રમ યોજી ધ્વજ વંદન કરી સ્વતંત્રતા દિવસને વધાવવા માટે આહવાન કરેલતેમજ અજાડ ટાપુ પર આવેલ તમામ ઘરો પર તિરંગા લગાવેલ, નાગરીકોને તિરંગાનું વિતરણ કરેલ અને હાજર તમામ લોકોમાં મીઠાઈ વહેંચીને મોઢા મીઠા કરાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બાદમાં રાષ્ટ્ર ધ્વજ સાથે એક તિરંગા યાત્રા નું આયોજન કરેલ હતું જેમાં પણ મોટી સંખ્યામાં માણસો જોડાયેલ હતા અને ગગનચુંબી નારાઓ, દેશ ભક્તિના ગીતોથી ટાપુ ઉપરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.