- ઊંડા ખાડામાં ડૂબવાથી માતા-પુત્રીનું નીપજ્યું મોત
- સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી
હાલાર: જામનગર જિલ્લામાં કરુણાજનક કિસ્સો સામે આવ્યો છે. કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં માતા-પુત્રી કપડા ધોવા માટે ગઈ હતી. આ દરમીયાન 15 વર્ષીય તરુણીનો અકસ્માતે પગ લપસી ગયો હતો. જેને લઈને તે જળપ્રવહમાં ડૂબવા લાગી હતી આ દરમિયાન તડફળીયા મારતી પુત્રીને બચાવવા માતાએ પણ ક્ષણભરનો વિલંબ કર્યા વગર દોટ મુકી હતી અને તેમાં તરતા ન આવડતુ હોવાથી ઊંડા ખાડામાં બંને માતા પુત્રી ડૂબી ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું.
આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસ સાથે દોડી જાય કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે વેકેશન હોવાથી હોસ્ટેલમાં અભ્યાસ કરતી પુત્રી ઘરે રોકાવા આવી હતી. જે પુત્રી પોતાની માતા સાથે કપડાં ધોવા ગયા પછી મોતને ભેટતા ગામ આખું હીબકે ચડ્યું છે.
સમગ્ર પંથકમાં અરેરાટી મચાવતા આ કિસ્સાની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં આવેલ મણવર ડેમ મોતનો ડેમ બન્યો હતો. પીઠડીયા ગામમાં રહેતી અને કાલાવડની હિરપરા કન્યા છાત્રાલયમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી હેતવીબહેન વિજયભાઈ ડાંગરિયા નામની ૧૫ વર્ષની વિદ્યાર્થીની, કે જે હાલમાં વેકેશન હોવાથી પોતાના ઘેર રોકાવા માટે આવી હતી.
ગઈકાલે રવિવારના સમયગાળા દરમિયાન બપોરે માતા રસીલાબેન તેમજ કાકી કાજલબેન સાથે હેતવીબહેન ૩.૩૦ વાગ્યા ના સમયે સીમમાં આવેલા મણવર ડેમ ખાતે કપડાં ધોવા માટે ગયા હતા. આ દરમિયાન કોઈ કારણસર હેતવી નો એકાએક પગ લપસી જતા તે પાણીમાં ખાબકી હતી અને તેને ડૂબવા લાગી હતી બચાવો બચાવો ની અવાજ સાથે કાકલુદી કરતા માતાએક સાંભળનો વિલંબ કર્યા વગર તાત્કાલિક ડેમમાં છલાંગ લગાવી હતી અને જળ પ્રમાણમાં તેઓને પણ ડૂઆ દરમિયાન કોઈ કારણસર હેતવી નો એકાએક પગ લપસી જતા તે પાણીમાં ખાબકી હતી અને તેને ડૂબવા લાગી હતી બચાવો બચાવો ની અવાજ સાથે કાકલુદી કરતા માતાએક સાંભળનો વિલંબ કર્યા વગર તાત્કાલિક ડેમમાં છલાંગ લગાવી હતી. પરંતુ બંનેને તરતા આવડતું ન હોવાથી અને ડેમમાં પાણી ઊંડું હોવાથી માતા પુત્રી બંને ડૂબી ગયા હતા અને કરુણ મૃત્યુ નીપજ્યા હતાં.
માતા પુત્રીના મોતને લઈ સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બીજી તરફ ગામ આખું હિબકે ચડ્યું હતું. તો આ મામલે સ્થાનિક પોલીસનો સંપર્ક કરાતા પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી જ્યાંમાતા પુત્રીના મોતને લઈ સમગ્ર પરિવારમાં શોખનું મોજુ ફરી વળ્યું છે. બીજી તરફ સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું તો આ મામલે સ્થાનિક પોલીસનો સંપર્ક કરાતા પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી જ્યાં મૃતક રસીલાબેનના પતિ અને હેતવીના પિતા વિજયભાઈ છગનભાઈ ડાંગરિયાની માહિતીના આધારે પોલીસે માતા પુત્રી બંનેના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.