- પ્રધાનમંત્રી આવાસની બાંધકામ સાઈટ પર મોટી દુર્ઘટના
- શ્રમિક યુવાન ત્રીજા માળેથી કોઈ અકસ્માતે નીચે પટકાયો
હાલાર: જામનગરમાં પ્રધાનમંત્રી આવાસની બાંધકામ સાઈટ પર મોટી દુર્ઘટના સામે આવી હતી. જેમાં નવા બંધાઈ રહેલા બાંધકામના સ્થળે કામ ચાલી રહ્યું હતું. આ વેળાએ ત્રીજા માળેથી શ્રમિક યુવાન કોઈ કારણસર પટકાઈ પડ્યો હતો. જેનું અંતરિયાળ મૃત્યુ થયાનું સામે આવ્યું છે. આ બનાવને લઈને પોલીસે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર પાછળ નવા બંધાઈ રહેલા પ્રધાનમંત્રી આવાસની સાઇટ પર દુર્ઘટના બની હતી. મૂળ ઉત્તર પ્રદેશ ના સોલાપુરનો વતની અને હાલ જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતો રાધેશ્યામ શિવ બચ્ચન સુવારી નામનો યુવાન મજૂરી કરી રહ્યો હતો.
25 વર્ષનો પરપ્રાંતીય યુવાન ગઈકાલે જામનગર આ પ્રધાનન મંત્રી આવાસની સાઈટ પર ત્રીજા માળે મજૂરી કામ કરી રહ્યો હતો, જે દરમિયાન કોઈ કારણસર અકસ્માતે નીચે પટકાઈ પડતાં ગંભીર ઇજા થવાના કારણે તેનું કરૂણ મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે તેની સાથે જ મજૂરી કામ કરતા તેજુભાઈ હરિલાલ બિંદુએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.