- ૧૦૦ ટકા મતદાન કરીશું અને અન્ય નાગરિકોને પણ કરાવીશું
- મતદાન જાગૃતિની સાથે માર્ગ સલામતીનો પણ સંદેશો પાઠવાયો
હાલાર: દેવભૂમિ દ્વારકાના સુદર્શન સેતુ ખાતે મતદાન જાગૃતિ અર્થે મામલતદારશ્રી દ્વારકા સહિતની ઉપસ્થિતિમાં બાઈક રેલી યોજાઈ હતી. જેમાં મતદાન જાગૃતિ સાથે સાથે બાઈક ચાલકોએ હેલ્મેટ પહેરીને માર્ગ સલામતીનો સંદેશો પણ પાઠવ્યો હતો. ૧૦૦ ટકા મતદાન કરીશું અને અન્ય નાગરિકોને પણ મહત્તમ મતદાન માટે પ્રોત્સાહિત કરવા સંકલ્પબદ્ધ થયા.
તા.૦૪/૦૫/૨૦૨૪ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુદર્શન સેતુ ખાતે મતદાન જાગૃતિ અર્થે દ્વારકાનાં મામલતદાર સહિતની ઉપસ્થિતિમાં બાઈક રેલી યોજાઈ હતી. જેમાં મતદાન જાગૃતિ સાથે-સાથે બાઈક ચાલકોએ હેલ્મેટ પહેરીને માર્ગ સલામતીનો સંદેશો પણ પાઠવ્યો હતો.
ઉપરાંત મતદાનના અનેક સૂત્રો સાથે બાઇક ચલાવીને મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બની અને ૧૦૦% મતદાન કરશું અને મહત્તમ મતદાન કરવા માટે અન્ય નાગરિકોને પણ પ્રેરિત કરવાના સંકલ્પ લીધા હતા.
બાઈક રેલીમાં દ્વારકા તાલુકા વિકાસ અધિકારી, દ્વારકા મામલતદાર, ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત બહોળી સંખ્યામાં શિક્ષકો, કર્મચારીઓ જોડાયા હતા.