- ટીવી શો ‘અનુપમા’ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાયા
- વિનોદ તાવડે અને અનિલ બલુનીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા
રાજકારણ: લોકસભા ચૂંટણી વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીવી શો ‘અનુપમા’ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ ગયા છે. આ સીરિયલમાં રૂપાલી ગાંગુલી ‘અનુપમા’નું પાત્ર ભજવી રહ્યા છે જે પોતાના જોરદાર અભિનયથી ઘર-ઘરમાં જાણીતા છે. 2020માં કોરોના રોગચાળા વચ્ચે શરૂ થયેલા આ શોએ ઘણા રેકોર્ડ તોડ્યા અને ‘સૌથી વધુ જોવાયેલ’ અને હવે દર્શકોનો ‘સૌથી વધુ પ્રિય’ શો બન્યો. આ શોને કારણે રૂપાલી ગાંગુલી હંમેશા સમાચારમાં રહે છે. જો કે આ સમયે તેમના ચર્ચામાં આવવાનું કારણ તેમની રાજનીતિમાં એન્ટ્રી છે. રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ ગયા છે.
રૂપાલી ગાંગુલીની ભાજપમાં એન્ટ્રી
રૂપાલી ગાંગુલીએ બુધવારે ભારતીય રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી હતી. અભિનેત્રી વિનોદ તાવડે અને અનિલ બલુનીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ છે. આ વર્ષની શરૂઆતમાં રૂપાલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તેણે પીએમ નરેન્દ્ર મોદીને મળવાની તેની ‘ફેન ગર્લ’ ક્ષણ શેર કરી હતી.
આ વિડીયોમાંઆ રૂપાલી ગાંગુલીએ કહ્યું હતું કે, હું મારા મગજમાં તે દિવસને યાદ કરવાનું અને તેના વિશે ઉત્સાહિત થવાનું ક્યારેય બંધ કરીશ નહીં! આ તે દિવસ હતો જ્યારે મારું સપનું સાકાર થયું…
જુઓ એ વિડિયો: