- આણંદ, ખેડા, નવસારી, છોટાઉદેપુર અને ભાવનગરમાં માવઠું
- આ કમોસમી વરસાદ બગાડી શકે છે કેરીનો સ્વાદ
- કેરીનાં પાકને ભારે નુકશાન થવાની ભીતિ
ગુજરત: રાજયભરના અનેક વિસ્તારનાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આણંદ, ખેડા, નવસારી, છોટાઉદેપુર અને ભાવનગરમાં માવઠું થયું છે. આ ઉપરાંત અમુક વિસ્તારમાં ધોધમાર વરસાદ પણ વરસ્યો છે. આ કમોસમી વરસાદ બગાડી શકે છે કેરીનો સ્વાદ.
સુરત શહેરમાં અડાજણ , ભાઠા , કતારગામ , જહાંગીરપુરા અને પીપલોદ સહિતના વિસ્તારમાં વરસાદે હાજરી પુરાવી છે. વરસાદનું જોર નબળું રહ્યું છે પણ છુટાછવાયા વરસાદના કારણે રસ્તા ભીના થયા હતા. વાદળછાયા વાતાવરણના કારણે બફારામાં પણ થયો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં હતી. પરંતુ વાતાવરણનાં અચાનક ફેરફારથી ખેડૂતનાં ટેન્શનમાં વધરો થતો જોવા મળી રહ્યો છે.