પ્રેગ્નેન્સીનો નવ મહિનાનો ફેસ કોઈ પણ મહિલા માટે લાઈફનો એક અલગ જ એક્સપીરિયન્સ હોય છે. આ ટાઈમ પીરિયડ સૌથી બેસ્ટ હોવાની સાથે જ જવાબદારી વાળો પણ હોય છે. આ સમય દરમિયાન પોતાની સાથે ગર્ભમાં રહેલા શિશુના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડે છે. જેથી ખાસ આ સમયગાળા દરમિયાન મહીલાઑએ ખોરાંકની ખાસ કાળજી રાખવી જોઈએ. જાણો કઇ વસ્તુનો આહારમાં ઉપયોગ કરવો જોઈએ.
પ્રેગ્નેન્સી વખતે મહિલાઓને પલાડેલા અખરોટ પોતાની ડાયેટમાં જરૂર શામેલ કરવા જોઈએ. હકીકતે પ્રોટીન અને ઓમેગા 3 ફેટી એસિડનો સારો સોર્સ હોવાની સાથે જ વિટામિન-મિનરલથી ભરપૂક હોય છે અને તેના સેવનથી બાળકોનો માનસિક વિકાસ સારો થાય છે.
પ્રેગ્નેન્સી વખતે મહિલાઓમાં આયર્નની કમી ખૂબ જ જોવા મળે છે. માટે અન્ય લીલા અને સીઝનલ શાકભાજીની સાથે જ પોતાની ડાયેટમાં પાલકને શામેલ કરો. તેનાથી એનીમિયાથી બચી શકાય છે અને શિશુના વિકાસમાં વૃદ્ધિ થાય છે.
બાળકોથી લઈને મોટા સુધી દૂધ પીવાના ફાયદા બધાને મળે છે. પ્રગ્નેન્સી વખતે મહિલાઓને પોતાની ડાયેટમાં દૂધને જરૂર શામેલ કરવું જોઈએ. કારણ કે તેને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. તેનાથી માતાના શરીરને તાકાત મળે છે. ગર્ભસ્થ શિશુના હાડકા અને મસલ્સ મજબૂત થાય છે માટે દૂધ ફાયદાકારક રહે છે. તેના ઉપરાંત દહીં, પનીર જેવા ડેરી પ્રોડક્ટ્સને પણ ડાયેટમાં શામેલ કરો.
પ્રેગ્નેન્સી વખતે સીઝનલ ફળો ખાવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પ્રયત્ન કરો કે અલગ અલગ પ્રકારના ફળોનું સેવન કરો. તેનાથી તમારા શરીરને પુરતા પોષક તત્વ મળે છે. ખાસ કરીને અલગ અળગ પ્રકારની બેરીઝને પોતાની ડાયેટમાં શામેલ કરો.