ઘણીવાર એવું થાય છે કે એર કંડીશનરની સર્વિસ કરાવ્યા પછી પણ તે યોગ્ય કૂલિંગ નથી આપતું. આવું થયા ત્યારે ઘણી તફ્લીફો પડે છે, લોકો પરેશાન થઈ જાય છે. જો તમારા ACમાં પણ આવી જ કોઈ સમસ્યા આવી રહી છે તો આજે કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ કે જેનાથી તમે ACનું કૂલિંગ વધારી શકો છો.
એર કંડીશનર ખરીદી લેવું એ જ માત્ર કોઈ મોટી વાત નથી, પરંતુ તેને સમયસર સર્વિસ પણ કરાવવું પડે છે. જો આમ ન કરવામાં આવે તો એર કંડીશનરની અંદર ગંદકી જમા થવા લાગે છે અને તેના કારણે કૂલિંગને અસર થાય છે અને એર કંડીશનર વધારે ટકતું નથી. તે એક મહિના સુધી સારી રીતે કામ કરે છે પરંતુ તે પછી તેની ઠંડક આપવાની ક્ષમતા ઘણી ઓછી થઈ જાય છે.
2. સૌથી પહેલા તો એર કંડીશનરને ક્યારેય સૌથી ઓછા તાપમાન પર ન ચલાવવું જોઈએ, જો આમ કરવામાં આવે છે તો તો એર કંડિશનરની કૂલિંગ આપવાની ક્ષમતા ખરાબ થવા લાગે છે અને થોડા મહિનાઓ સુધી ચાલ્યા પછી, એર કંડિશનર યોગ્ય રીતે ઠંડક આપવાનું બંધ કરી શકે છે.
જ્યારે પણ સિઝન પૂરી થાય અને એ પછી એર કંડીશનરનો ઉપયોગ કરવાનું બંધ કરો, ત્યારે એર કંડિશનર પર એક કવર લગાવી દેવું જોઈએ. આમ કરવાથી એર કંડિશનરની અંદર કોઈપણ પ્રકારનાં કચરાને જમા થતા અટકાવે છે અને તેની ઠંડક આગામી સિઝનમાં પણ જળવાઈ રહે છે.
4. એર કંડિશનર ચાલુ હોય ત્યારે જો તેના પર કોઈપણ પ્રકારનું કવર લગાવી રાખો છો, તો આવું ન કરવું જોઈએ. આમ કરવાથી એર કંડિશનરની કૂલિંગને અસર થાય છે.
5. જો તમને એર કંડિશનરના જરૂરી પાર્ટસ વિશે જાણકારી હોય, તો તમે તેને ઘરે પણ સર્વિસ કરી શકો છો. આ માટે તમારી મોટી રકમ પણ નથી ખર્ચાતી અને કોઈ બીજી આમાં તમારે ન તો મોટી રકમ ખર્ચવાની છે અને ન તો તમારે બીજી ઝંઝટ કરવાની રહેતી નથી.