- બાળકો ઉપરાંત યુવાનો અને વિદ્યાર્થીનીઓ માટે અલગ અલગ રૂમ કાર્યરત
- 15 દિવસમાં 100 વાચકો વધ્યા
- કોમ્પ્યુટરરાઈઝ પુસ્તકોનો પણ વિશાળ ખજાનો
જ્ઞાનને આજના સમયની ત્રીજી આંખ ગણવામાં આવે છે અને આજના લોકોની વાંચન તરફની ભૂખ વધી છે. ત્યારે આ ભૂખને સંતોષવા માટે જામનગરમાં સ્માર્ટ લાઈબ્રેરી કાર્યરત છે. તાજેતરમાં જ એકાદ કરોડના ખર્ચે આ લાઇબ્રેરીમાં અધ્યતન સુવિધા વિકસાવવામાં આવી હતી. જેમાં બાળકો ઉપરાંત યુવાનો અને વિદ્યાર્થીનીઓ માટે અલગ અલગ રૂમ કાર્યરત છે. કોમ્પ્યુટરરાઈઝ પુસ્તકોનો પણ વિશાળ ખજાનો જોવા મળી રહ્યો છે.
જામનગર સરકારી જિલ્લા પુસ્તકાલયના આસિસ્ટન્ટ લાયબ્રેરીયન પૂજાબેન જણાવ્યું કે હાલની સ્થિતિએ યુવાનોમાં સરકારી નોકરીનો વધુ ક્રેઝ જોવા મળતો હોવાથી યુવાનો સૌથી વધુ મોટીવેશનલ બૂકો ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની બુકો વાંચતા હોય છે. આ ઉપરાંત વૃદ્ધોમાં ખાસ મેગેઝીન અને વર્તમાનપત્ર વાંચવાની તેમજ ધાર્મિક બુકો વાંચવાનો ક્રેઝ જોવા મળે છે.વધુમાં બાળકો વિજ્ઞાનના પ્રયોગો અને કાર્ટૂન વાળા પુસ્તકો વધુ પસંદ કરે છે. સ્માર્ટ લાઈબ્રેરીનું નિર્માણ થયા બાદ 15 જ દિવસમાં 100થીથી વધુ વાંચકો ની સંખ્યા વધી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મામુલી સભ્ય ફ્રી ભર્યા બાદ તમે પણ રોજ લાયબ્રેરીમા વાંચી શકો છે.
જામનગરના તળાવની પાળે આવેલ બાલા હનુમાન મંદિર નજીક જામનગર જિલ્લા સરકારી પુસ્તકાલય આવેલ છે. જેને રૂ.૧કરોડના ખર્ચે સ્માર્ટ લાયબ્રેરી બનાવવામાં આવી છે.લાઇબ્રેરીમાં ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી ભાષાના 70,000 હજાર થી વધુ પુસ્તકો કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવેલ છે. 8,000 થી વધારે સ્પર્ધાત્મક પરિક્ષાને લગતા પુસ્તકોની વ્યવસ્થા રાખવામાં આવી છે..એચ.ડી.તથા ઉચ્ચ અભ્યાસમાં સંસોધન કાર્યમાં મદદરૂપ થાય તેવા 2,000 થી વધારે પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બાળકો બહેનો અને ભાઈઓ માટે અલગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.