- જામનગરનું રોજી બંદર અને તળાવની પાર છે સૌથી સુંદર
- અદભૂત સોંદર્ય ધરાવે છે આ સ્થળો
લગ્નની સિઝનમાં અત્યારે લગ્ન પહેલા પ્રી-વેડિંગ કરાવવાનો નવો ક્રેઝ આવ્યો છે. અત્યારે મોટા ભાગના કપલ પ્રી-વેડિંગ કરાવી રહ્યાં છે. ત્યારે જામનગરનું રોજી બંદર અને તળાવની પાર, રણજિત સાગર, અને રણજિત સાગર આજુ બાજુમાં આવેલ ખેતરોની હરિયાળી પ્રી-વેડિંગ માટે પહેલી પસંદ બની રહ્યા છે.
જામનગર અને જામનગર આસપાસના કપલ્સ અત્યારે પ્રી-વેડિંગ માટે જામનગરના રોજી બંદર અને તળાવની પારની પસંદગી કરી રહ્યાં છે. કારણ કે અહિંયા ફોટોઝ માટેના અલગ અલગ લોકેશન તેમને સરળતાથી મળી રહી છે. રોજી બંદર પર આવેલ પોઇન્ટ પરથી ઉગતા સૂર્યનો અદભુત નજારો અને હિલોળા લેતા દરિયાના દ્રશ્ય પ્રી-વેડિંગ માટે ખૂબ અદભુત આકર્ષણ આવે છે. સાથે જ તળાવની પાળે આવેલી લીલી વનરાયો અને ઐતિહાસિક મહેલ પ્રીવેડિંગ માટેના મહત્વના પોઇન્ટ છે. તો રણજીતસાગર નજીક આવેલ પાણી અને પાણી વચ્ચેના કમળની અદભુત સૌંદર્યતા પ્રી વેડિંગ માટે લોકોને આકર્ષે છે.
રોજી બંદર
રોજી બંદરએ જામનગરનું એક નાનુ ગામ છે. જ્યાં ભારતીય નૌસેનાનું મથક પણ આવેલુ છે. આ રોજી બંદર નજીક તમને રોજી માતાજીનું મંદર, વાલસુરા તળાવ અને મીઠાના અગરો આવેલા છે.. આ સાથે જ નજીકમાં એક બેડી બંદર પણ આવેલુ છે. જ્યા કપલ્સ પોતાનું પ્રી-વેડિંગ શૂટ કરાવી રહ્યાં છે.
તળાવની પાળ
જામનગર શહેરની એકદમ મધ્યમાં રણમલ તળાવ એટલે કે લાખોટા તળાવ આવેલુ છે.. જેને લોકો તળાવની પાળ તરીકે પણ ઓળખે છે.. ત્યારે આજના યુવાનો તળાવની પાળ પર પોતાનું પ્રી-વેડિંગ શૂટ કરાવી રહ્યાં છે.આ તળાવની ફરતી બાજુ વાટિકાઓ, બુરજ, કલાત્મક ઝરૂખા પણ આકર્ષણનું કેન્દ્ર છે.
રણજીત સાગર
રાજાશાહી વખતથી બનેલો રણજીતસાગર ડેમ જામનગરવાસીઓની શાન છે. કારણ કે આ ડેમ જામનગરને પીવાનું પાણી પુરૂ પાડે છે. ત્યારે જામનગરની શાન ગણાતા રણજીત સાગર ડેમ આસપાસ પણ આજકાલના યુવાનો ફોટોગ્રાફી કરવા માટે આવે છે.. ખાસ કરીને પ્રી-વેડિંગ શૂટ કરાવતા કપલ્સ પણ અહિંયા શૂટ માટે આવે છે.